PM Kisan Yojana: સરકારી લાભોનો ખોટો ફાયદો લેશો તો રૂપિયા પરત કરવા પડશે, ચેક કરો તમારું નામ

PMIDS Team

Lined Circle
Lined Circle

પીએમ કિસાન સમ્માનનીધી યોજના કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજનાઓમાની એક છે.

આ યોજના હેઠળ દેશના ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે.

ઓકટોબર મહિનામાં કેન્દ્ર સરકારે 2000 રૂપિયાનો બારમો હપ્તો ખેડૂતોને આપ્યો  હતો. તેમાં ઘણા એવા ખેડૂતો પણ છે જેઓએ આ લાભનો ખોટી રીતે ફાયદો ઉઠાવ્યો છે.

જેને લઈને સરકાર પણ હવે સતર્ક થઇ ગઈ છે. અયોગ્ય ખેડૂતો કે જેઓ લાભાર્થી નથી, તેની પાસેથી સરકાર દ્વારા રૂપિયા પાછા લેવાઈ રહ્યા છે.

હાલમાં પ્રાપ્ત આંકડા સરકાર માટે ચોકનારા હતા. કારણે કે, આ વખતે લાભાર્થી ખેડૂતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

જયારે 11 મો હપ્તો આપવામાં આવ્યો હતો ત્યારે લાભાર્થીની સંખ્યા 10 કરોડ  હતી. પરંતુ જયારે આ વખતે 12 મા હપ્તામાં  તે અંક નીચે આવ્યો અને સંખ્યા રહી  8 કરોડ.

જે એ વાતને સાબિત કરે છે કે જે ખેડૂતો લાભાર્થી નથી તેઓ પણ ખોટી રીતે આ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે.

તેના વિરુદ્ધ સરકાર નોટિસ કાઢી રહી છે કે જેઓ અયોગ્ય છે. અતિયાર સુધીમાં  ઘણી નોટિસ જાહેર થઇ ગઈ છે અને તેમાં રૂપિયા પરત કરવા કહેવામાં આવ્યું છે.